નવા સંસદ ભવનના શિલાન્યાસ પર PM મોદીએ કહ્યું- 130 કરોડ દેશવાસીઓ માટે ગર્વનો દિવસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ સંસદ ભવનનું પૂજન કર્યું અને આધારશીલા રાખી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને 130 કરોડ ભારતીયો માટે ગર્વનો દિવસ છે. 

નવા સંસદ ભવનના શિલાન્યાસ પર PM મોદીએ કહ્યું- 130 કરોડ દેશવાસીઓ માટે ગર્વનો દિવસ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ સંસદ ભવનનું પૂજન કર્યું અને આધારશીલા રાખી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને 130 કરોડ ભારતીયો માટે ગર્વનો દિવસ છે. 

આજનો દિવસ ઈતિહાસમાં માઈલ સ્ટોન
પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતના લોકશાહીના ઈતિહાસમાં માઈલ સ્ટોન જેવો છે. આપણે ભારતના લોકો મળીને આપણી સંસદના આ નવા ભવનને બનાવીશું અને તેનાથી સુંદર શું હશે. તેનાથી પવિત્ર શું હોય કે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ ઉજવે તો તે પર્વની સાક્ષાત પ્રેરણા, આપણી સંસદની નવી ઈમારત બને. 

पुराने भवन में देश की आवश्यकताओं की पूर्ति के लिए काम हुआ, तो नए भवन में 21वीं सदी के भारत की आकांक्षाएं पूरी की जाएंगी।

— BJP (@BJP4India) December 10, 2020

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પહેલીવાર સંસદ પહોંચ્યાની ક્ષણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, 'હું મારા જીવનની એ ક્ષણ ક્યારેય ભૂલી શકીશ નહી. જ્યારે 2014માં પહેલીવાર એક સાંસદ તરીકે મને સંસદ ભવનમાં આવવાનો અવસર મળ્યો. ત્યારે લોકતંત્રના આ મંદિરમાં પગ મૂકતા પહેલા, મે શિશ ઝૂકાવીને, માથું ટેકીને લોકતંત્રના આ મંદિરને નમન કર્યા હતા.'

હાલની સંસદે નિભાવી મહત્વની ભૂમિકા
પીએમ મોદીએ કહ્યું કે આપણા હાલના સંસદ ભવને આઝાદીના આંદોલન અને ત્યારબાદ સ્વતંત્ર ભારતને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઝાદ ભારતની પહેલી  સરકાર પણ અહીં બની અને પહેલી સંસદ પણ અહીં જ બેઠી હતી. તેમણે કહ્યું કે જૂના સંસદ ભવને સ્વતંત્રતા બાદના ભારતને દિશા આપી, તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના ભવનમાં દેશની જરૂરિયાતોની પૂર્તિનું કામ થયું તો નવા ભવનમાં 21મી સદીના ભારતની આકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે. 

ये इमारत अब करीब 100 साल की हो रही है। बीते वर्षों में इसे जरूरत के हिसाब से अपग्रेड किया गया।

कई नए सुधारों के बाद संसद का ये भवन अब विश्राम मांग रहा है।

— BJP (@BJP4India) December 10, 2020

વિશ્રામ માંગી રહ્યું છે સંસદનું વર્તમાન ભવન
પીએમ મોદીએ કહ્યું કે સંસદના શક્તિશાળી ઈતિહાસની સાથે જ યર્થાર્થને સ્વીકારવાની પણ એટલી જ જરૂરિયાત છે. આ ઈમારત હવે લગભગ 100 વર્ષની થઈ રહી છે. વીતેલા વર્ષોમાં તેને જરૂરિયાત મુજબ અપગ્રેડ કરવામાં આવી. અનેક નવા સુધારાઓ બાદ સંસદનું આ ભવન હવે વિશ્રામ માંગે છે. વર્ષોથી નવા સંસદ ભવનની જરૂરિયાત મહેસૂસ કરાઈ છે. આવામાં આપણા બધાની એ જવાબદારી છે કે 21મી સદીના ભારતને નવું સંસદ ભવન મળે. આ કડીમાં આ શુભારંભ થઈ રહ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news